Activity
પૂજ્ય બાપુના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અમૂલ્ય લહાવો...
જેમનું ઋણ સો-સો જન્મો લઈને પણ ન ચૂકવી શકીએ તેવા
પ્રગટ ગુરુહરિપૂ. બાપુના પ્રાગટ્યનું શતાબ્દિ વર્ષ આવી ગયું છે.
જેમના મિલન માટે આપણો આત્મા સો-સો જન્મોથી તરસતો હતો તેવા પ્રાણપ્યારા પૂ. ગુરુદેવનું જન્મ શતાબ્દિ વર્ષ એટલે ગુરુઋણ મુક્તિનું
મહાપર્વ... વિક્રમ સંવત ૨૦૭૫-૭૬ (ઈ.સ. ૨૦૧૯-૨૦)નું વર્ષ એટલે આપણને જગદીશની ઓળખ કરાવનાર અને શિવ સાથે આ જીવનું અનુસંધાન માત્ર એક ગુરુમંત્ર
આપીને કરી આપનાર વનથળ નિવાસી પરમ પૂજ્ય બાલ બ્રહ્મચારી ૧૦૮ ધર્મસેવાલંકાર સદગુરુદેવ શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજના જન્મને સો વર્ષ પૂર્ણ થશે અને આવો
મોકો ભાગ્યશાળીને જ મળે કે જીવતે જીવ ગુરુઋણ મુક્તિ તરફ ડગ માંડી શકીએ. ગુરુગાદી વનથળધામ ખાતેથી પૂ.બાપુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના અનેરા
કાર્યક્રમનું આયોજન કરાયું છે.
(૧) વનથળધામ ખાતે ૧૦૦ એકર જમીનમાં પુરુષોત્તમનગરનું ભવ્ય આયોજન.
(૨) એક સો એકાવન કુંડી અતિમહારુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન.
(૩) ૨૧ ફુટના રુદ્રાક્ષના શિવલીંગનું ભવ્ય અને દિવ્ય આયોજન.
(૪) બાળનગરી, વ્યસનમુક્તિ કેમ્પ, સર્વરોગનિદાન કેમ્પ, બ્લડ ડોનેશન
કેમ્પ, અશ્વશાળા, ગજશાળા, ગૌશાળા, અખંડધૂન, મંત્રલેખન, ફોટો - આર્ટ
ગેલેરી, સદ્દગુરુ જીવનગાથા, (ત્રિદિવસીય નાટક), સદ્દગુરના જીવનચરિત્ર પર
આધારિત પ્રદર્શન.
(૫) ભારતભરમાંથી પધારનાર મહામંડલેશ્વરો, સંતો
મહંતોના દિવ્ય આશીર્વાદ ધર્મસભા દ્વારા, ધર્મસંમેલન,
સંતસંમેલન, દરરોજ રાત્રે લોકડાયરો.
(૬) વિડિઓ પ્રોજેક્ટર દ્વારા ટેલીફિલ્મ તથા બાળ
કલાકારો દ્વારા પૂજ્ય બાપુના પરચા આધારિત નાટકો - આવા
અનેકવિધ ભક્તિસભર કાર્યક્રમ.
આ ઉત્સવને સફળ બનાવવા માટે સો કરોડ સદ્દગુરુ મહામંત્રનું લેખન શિષ્યોના ઘરે બે વર્ષ પહેલા ઉત્સાહ ભેર
આરંભી દેવાયેલું છે. જેનો દશાંશ હોમ તા. ૨૬-૫-૨૦૧૯ થી તા. ૧-૬-૨૦૧૯ પતિતપાવની મા ગંગાના કિનારે ગંગાજી,
તથા આપણા ઈષ્ટ ગુરુગોવિંદની હાજરીમાં શ્રીગુરુયાગ દ્વારા અમૃતવર્ષા મહોત્સવમાં કરવામાં આવશે. તેમજ આ ઉત્સવનો
વિશેષ લ્હાવો પૂજામાં બેસનાર દરેક સેવકોને શ્રી સદ્ગુરુ પાદુકા મહાપૂજા (રાજોપચાર વિધી દ્વારા) કરવામાં આવશે પૂજામાં
બેસનાર દરેક સેવકોને બાપુ તરફથી ચાંદીની ચરણ પાદુકા ભેટમાં આપવામાં આવશે.
ટ્રસ્ટી કમિટી
શ્રી રણજીતસિંહજી જીલુભા ઝાલા
(ઝાલા સાહેબ)
નિવૃત નાયબ સચિવ- મહેસુલ વિભાગ,ગુજરાત રાજ્ય
ગામ - ગાંધીનગર
શ્રી દિલુભા બાવુભા રાણા
ગામ - ગેડી, તાલુકો - લીમડી
શ્રી ઘેલાભાઈ કરામશીભાઈ બાર
બાલકૃષ્ણ સ્ટોન ઈન્ડસ્ટ્રી,
શ્રીનાથજી સ્ટોન ક્રશર,
ગામ - ચુડા
શ્રી વિજયભાઈ ગોરધનભાઇ પટેલ
ગામ - અલીણા, તાલુકો - મહુધા
અન્ય સમિતિ
- ઉત્સવ સમિતિ શ્રી પ્રકાશભાઈ ઢગટ ,શ્રી વિજયભાઈ પટેલ, શ્રી પ્રતાપસિંહ રાઠોડ,શ્રી જયેશભાઇ સાપરીયા
- બાંધકામ સમિતિ શ્રી રઘુભા વાઘેલા ,શ્રી શશિકાન્તભાઈ પ્રજાપતિ , શ્રી કાંતિભાઈ ગાંગાણી
- પ્રચાર પ્રસાર સમિતિ શ્રી ગિરીશચંદ્ર ઉપાધ્યાય
- ફાઇનાન્સ સમિતિ શ્રી કિરીટભાઈ ઠક્કર , શ્રી હર્ષદભાઈ પટેલ ,